Gujarati Suvichar Gujarati

Gujarati Suvichar : SMS Shayari Life Quotes Daily Update 2020

Gujarati Suvichar – નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આ પોસ્ટમાં આ પોસ્ટમાં તમને કેટલાક નવા ગુજરાતી સુવિચાર આપવામાં આવ્યા છે જે તમને વાંચવામાં ખુબ જ આનંદ થશે આજે અમે તમારા બધા માટે બેસ્ટ સુવિચાર લાવ્યા છીએ. કાર્યસ્થળ પર સફળ ન થવાને કારણે વિદ્યાર્થીઓ હતાશ થઈ જાય છે, તેમની નિરાશાને દૂર કરવા માટે, અમે તેઓને શ્રેષ્ઠ સુવિચાર લાવ્યા છીએ જેનો તેઓ અભ્યાસ કરી શકે છે અને પ્રેરણા આપી શકે છે અને ફરીથી સફળતા મેળવવાનો પ્રયાસ કરી શકે છે. 

મિત્રો, આજે આ લેખમાં અમે તમને શ્રેષ્ઠ Gujarati Suvichar પ્રેરણાદાયી અને મહાન વિચારોનો સંગ્રહ આપી રહ્યા છીએ, જેની મદદથી તમને તમારા જીવનની દરેક પરિસ્થિતિમાં સકારાત્મક રહેવામાં મદદ મળશે. આ સાથે, આ મહાન વિચારો દ્વારા, તમારો આત્મવિશ્વાસ વધશે, અને દરેક મુશ્કેલીઓ સામે લડવાની ક્ષમતાનો વિકાસ થશે અને તમને જીવનના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળતા મળશે.

Gujarati Suvichar : જ્યારે પણ આપણે આજના સુવિચરને વાંચીએ છીએ, ત્યારે જીવનમાં એક નવી .ર્જા આવે છે, આ ભવ્ય સુવિચાર મહાન લોકો દ્વારા બોલાય છે.

Best Gujarati Suvichar For Motivation

gif,GIF89a%01%00%01%00%80%00%00%00%00%00%FF%FF%FF%21%F9%04%01%00%00%00%00%2C%00%00%00%00%01%00%01%00%00%02%01D%00%3B - Gujarati Suvichar : SMS Shayari Life Quotes Daily Update  2020
best Gujarati motivation Suvichar

પોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત રહો,
કે બીજાની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે !!

—————————-

હાથ ભલે ખાલી હોય એ ઈશ્વર,
હૃદય છલોછલ ભરેલું રાખજે !!

—————————-

દુનિયામાં બધું જ કીમતી હોય છે,
મળ્યા પહેલા અને ગુમાવ્યા પછી !!

—————————-

ખામી તો દરેક માણસમાં હોય જ,
પણ દરેક જણને કુદરત કંઇક તો ભેટ આપે જ !!

—————————-

Also Read :- Top 10 Best Gujarati Motivational Shayari Status – 2020

જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો,
જે નસીબમાં નથી લખ્યું એને પણ
મહેનતથી મેળવતા શીખો !!

—————————-

સમય ક્યારેય દેખાતો નથી,
પણ ઘણું બધું દેખાડી દે છે !!

—————————-

ભગવાને કોઈનું નસીબ
ખરાબ લખ્યું જ નથી હોતું,
એ આપણને દુઃખ આપીને ખોટા રસ્તેથી
પાછા વાળવા માંગતા હોય છે !!

—————————-

ખુલાસો માત્ર એ વ્યક્તિને જ અપાય,
જેની શ્રવણશક્તિ અને સમજણશક્તિ બંને મજબુત હોય !!

—————————-

gif,GIF89a%01%00%01%00%80%00%00%00%00%00%FF%FF%FF%21%F9%04%01%00%00%00%00%2C%00%00%00%00%01%00%01%00%00%02%01D%00%3B - Gujarati Suvichar : SMS Shayari Life Quotes Daily Update  2020

ખરાબ માણસની સંગત કોલસા જેવી હોય છે,
સળગતો હોય ત્યારે દઝાડે અને ઠંડો હોય ત્યારે હાથ કાળા કરે !! 

—————————-

સુખી થવું હોય,
તો બીજાનું સુખ
સહન કરતા શીખો !!

—————————-

થોડું બોલીને શબ્દોમાં વજન રાખશો ને સાહેબ,
તો કોઈ ક્યારેય તમારી ડીગ્રી પૂછવાની હિંમત નહીં કરે !!

—————————-

મોટા માણસ બનવું એ બહુ સારી વાત છે,
પણ સારા માણસ બનવું એ બહુ મોટી વાત છે !!

—————————-

Gujarati Motivation In Gujarati

એકતા અને સંપ લોહીમાં હોય છે,
બાકી કીડીઓ ક્યાં કોઈ યુનિવર્સીટીમાં ભણવા જાય છે !!.

—————————-

નવરા બેસવું,
પણ નબળા સાથે
ના બેસવું !!

—————————-

Also Check :- 120+ Gujarati Top Attitude Status Shayari Collection 2020

એક વાત ખાસ યાદ રાખજો,
કોઈ પર આંધળો વિશ્વાસ કરવો નહીં !!

—————————-

માણસનો ઘમંડ જ,
એની બરબાદીનું કારણ છે !!

—————————-

ફળ પાકી ગયા પછી પડી જાય છે,
માણસ પડી ગયા પછી પાકો થાય છે !!

—————————-

વધતી જતી સમજણ,
જીવનને મૌન તરફ
લઇ જાય છે !!

—————————-

કોઈને છેતરીને ક્યાં જશો,
માણસો છેતરશે ઉપરવાળો નહીં !!

—————————-

માણસ બંને હાલતમાં મજબુર છે,
દુઃખથી ભાગી નથી શકતો અને
સુખ ખરીદી નથી શકતો !!

—————————-

gif,GIF89a%01%00%01%00%80%00%00%00%00%00%FF%FF%FF%21%F9%04%01%00%00%00%00%2C%00%00%00%00%01%00%01%00%00%02%01D%00%3B - Gujarati Suvichar : SMS Shayari Life Quotes Daily Update  2020
Gujarati best Suvichar

થોડું ઓછું બોલો,
પણ વાતમાં દમ
હોવો જોઈએ !!

—————————-

Best Gujarati Motivation Suvichar

સહન કરતા શીખી જશો તો તમે સુદામા બની જશો,
ને જો સુદામા બની ગયા તો કૃષ્ણને પણ તમારા પગ ધોવા પડે !!

—————————-

ધર્મ કોઇપણ હોય સારા માણસ બનો,
કેમ કે હિસાબ તમારા કર્મનો થશે ધર્મનો નહીં !!

—————————-

શબ્દ શણગારી પણ દે,
અને સળગાવી પણ દે !!

—————————-

આપણા વિચાર,
બીજાને વિચારતા કરી દે
એવા હોવા જોઈએ !!

—————————-

અતિરેક ક્યારેય સારો નથી હોતો,
ક્રોધ હોય કે લાગણી જીવન સળગાવી જાય છે !!

—————————-

વાહનવ્યવહાર હોય કે જીવનવ્યવહાર,
આંખો મીચીને દોડે એને અકસ્માત નડે જ !!

—————————-

માત્ર એક જ વાત તમને
તમારું સપનું પૂરું કરતા રોકે છે,
અને એ છે નિષ્ફળતાનો ડર !!

—————————-

gif,GIF89a%01%00%01%00%80%00%00%00%00%00%FF%FF%FF%21%F9%04%01%00%00%00%00%2C%00%00%00%00%01%00%01%00%00%02%01D%00%3B - Gujarati Suvichar : SMS Shayari Life Quotes Daily Update  2020
2020 new Gujarati Suvichar

એવા લોકો વિશે વિચારીને ક્યારેય દુઃખી ના થવું,
જેમણે ક્યારેય તમારા વિશે વિચાર્યું જ નથી !!

—————————-

દરેકને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે,
અફસોસ કોઈને પોતાના અભિમાનનું જ્ઞાન નથી હોતું !!

—————————-

જે બધાના મિત્ર હોય છે,
એ વાસ્તવમાં કોઈના
મિત્ર નથી હોતા !!

—————————-

મનનું માન્યું એ મર્યા,
અને મનને માર્યું એ તર્યા !!

—————————-

બંને આંખો ધ્યાનમાં અને ત્રીજી બ્રહ્માંડમાં ફરે,
જે ભોલાનાથના ચરણે નમે એનો કોઈ વાળ વાંકો ના કરે !!

—————————-

New Shayari :-

ભાઈ, ભાઈબંધ, ભાગીદાર અને ભગવાન,
આ ચાર સાથે ચાલાકી નહીં કરનાર હંમેશા ફાયદામાં રહે છે !!

—————————-

પોતાના સપના પુરા કરવા માટે દોડવા લાગો,
નહિતર લોકો પોતાના સપના પુરા કરવા તમને ભાડે રાખી લેશે !!

—————————-

હક્ક વગરનું લેવાનું મન થાય
ત્યારે મહાભારતનું સર્જન થાય છે,
પરંતુ હક્કનું હોવા છતાં છોડી દેવામાં
આવે છે ત્યારે રામાયણ સર્જાય છે !!

—————————-

Gujarati Suvichar For Students

સમાજના ત્રણ ઘરેણા માન, મર્યાદા અને મોભો,
જો હણાતા હોય તો એકવાર થોભો !!

—————————-

મૌન એટલે સૌથી અઘરી દલીલ,
જેનો પ્રતિકાર કરવો સૌથી કઠીન હોય છે !!

—————————-

ક્યારેય આ ત્રણને તમારા પર હાવી ન થવા દો,
લોકો, પૈસા અને ભૂતકાળના અનુભવો !!

—————————-

જે જતું રહ્યું એ પાછું આવવાનું નથી,
અને જે આપણું છે એ ક્યાંય જવાનું નથી !!

—————————-

gif,GIF89a%01%00%01%00%80%00%00%00%00%00%FF%FF%FF%21%F9%04%01%00%00%00%00%2C%00%00%00%00%01%00%01%00%00%02%01D%00%3B - Gujarati Suvichar : SMS Shayari Life Quotes Daily Update  2020
Gujarati New Suvichar

આ દુનિયામાં કોઈ તારું નથી
એવું ભગવદ ગીતાનું કહેવું છે,
અને એ વાતમાં કંઈ ખોટું નથી એવુ
જિંદગીના અનુભવનું કહેવું છે !!

—————————-

પહેલા જોવાય અને સમજાય,
જવાબ પછી અપાય !!.

—————————-

બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે,
ન આપે સુખ તો ભગવાન પણ ખરાબ લાગે છે !!

—————————-

દુનિયામાં સૌથી શક્તિશાળી માણસ એ છે,
જેનો પોતાની જાત પર કાબુ છે !!

—————————-

હશે મારા નસીબમાં તો
ઈશ્વર તું સામેથી આપીશ મને,
બાકી માનતાઓ રાખીને મારે
મજબુર નથી કરવો તને !!

—————————-

જ્ઞાન કરતા સમજદારી,
જીવનમાં વધારે ઉપયોગી બને છે !!

—————————-

ભૂલ અને ભગવાન,
માનો તો જ દેખાય !!

—————————-

Gujarati Suvichar in Gujarati Font

સમય, વિશ્વાસ અને સમ્માન એક એવું પક્ષી છે,
જે એકવાર ઉડી જાય તો પાછું નથી આવતું !!

—————————-

પસાર થઇ ગયેલા સમયની
અને સાથ છોડી ગયેલા માણસની
રાહ જોવી એ મૂર્ખતા છે !!

—————————-

માણસનું અડધું સૌંદર્ય,
તેની જીભમાં હોય છે !!

—————————-

ઓછું વિચારનાર વધારે બોલે છે,
અને વધારે વિચારનાર ઓછું બોલે છે !!

—————————-

મંદિર પ્રભુનો આભાર માનવાનું સ્થળ છે,
પણ આપણે માંગણીની ઓફીસ કરી દીધી છે !!

—————————-

સારી વસ્તુ એને જ મળે છે જે રાહ જુએ છે,
ના ભાઈ ના, સારી વસ્તુ એને મળે જ પ્રયત્ન કરે છે !!

—————————-

gif,GIF89a%01%00%01%00%80%00%00%00%00%00%FF%FF%FF%21%F9%04%01%00%00%00%00%2C%00%00%00%00%01%00%01%00%00%02%01D%00%3B - Gujarati Suvichar : SMS Shayari Life Quotes Daily Update  2020

ઈશ્વરના લેખ ક્યારેય પણ ખોટા નથી હોતા,
દુર એને જ કરે છે જે આપણા લાયક નથી હોતા !!

—————————-

ઈર્ષા કરવાથી જિંદગી નથી બદલાતી,
સારા કામો કરવાથી બદલાય છે !!

—————————-

પીઠ હંમેશા મજબુત રાખવી સાહેબ,
કેમ કે શાબાશી અને દગો હંમેશા ત્યાં જ મળે છે !!

—————————-

એક ભૂલ તમારો અનુભવ વધારી દે છે,
અને આ અનુભવ તમારી ભૂલો ઘટાડી દે છે !!

—————————-

પ્રગતિ ત્યાં સુધી નહીં થાય સાહેબ,
જ્યાં સુધી પારકા પર આશા રાખીને બેસશો !!

—————————-

કાલની ચિંતા ના કરશો,
જે ભગવાને તમને આજે સાચવી લીધા છે
એ કાલે પણ સાચવી જ લેશે !!

—————————-

કોઈના દુઃખની ચિંતા ના કરો તો કંઈ વાંધો નહીં,
પણ કોઈના સુખની ઈર્ષ્યા તો ના જ કરાય !!

—————————-

મૂર્તિને દીવા કરવાની કંઈ જરૂર નથી,
કોઈનું દિલ ના બળે એનું ધ્યાન રાખો તો
સમજો પૂજા થઇ ગઈ !!

—————————-

ખોટી દિશામાં વધી રહેલી
ભીડનો હિસ્સો બનવા કરતા,
સાચી દિશામાં એકલા ચાલવું ઉત્તમ છે !!

—————————-

ચુપ રહેવાની આદત ક્યારેક ક્યારકે,
સામેવાળાને વધારે બોલવાની તાકાત આપે છે !!

—————————-

જયારે કંઈ ના કરી શકો,
ત્યારે પ્રાર્થના જરૂર કરો !!

—————————-

પ્રકૃતિમાં એટલો પણ બદલાવ ના કરો,
કે પ્રકૃતિ તમારામાં જ બદલાવ કરી દે !!

—————————-

નિખાલસ હાસ્યને કદી ગરીબી નડતી નથી,
આ જાહોજલાલી બધા અમીરોને મળતી નથી !!

—————————-

દુનિયામાં બધું જ શક્ય છે સાહેબ,
બસ શરૂઆત આત્મવિશ્વાસથી થવી જોઈએ !!

—————————-

જિંદગીમાં સફળ થવા બે વાત હંમેશા યાદ રાખવી,
અપેક્ષાઓને આંખમાં અને મહત્વકાંક્ષાને માપમાં રાખવી !!

—————————-

Motivated Suvichar In Gujarati font

gif,GIF89a%01%00%01%00%80%00%00%00%00%00%FF%FF%FF%21%F9%04%01%00%00%00%00%2C%00%00%00%00%01%00%01%00%00%02%01D%00%3B - Gujarati Suvichar : SMS Shayari Life Quotes Daily Update  2020
Gujarati Suvichar

ભરોસો બધાનો કરવો પણ સાવચેતી રાખવી સાહેબ,
ક્યારેક પોતાના દાંત પણ જીભ કાપી નાખે છે !!

—————————-

આપણને મનનો જ થાક અનુભવાય છે,
બાકી માણસ ધારે તો ચંદ્ર સુધી જાય છે !!

—————————-

કેટલીક ભૂલો ભૂલવા માટે હોય છે,
અને કેટલીક ભૂલો આંખો ખોલવા માટે હોય છે !!

—————————-

દુનિયામાં બધું જ થઇ શકે છે,
બસ ભગવાન પર ભરોસો રાખો !!

—————————-

ભગવદ ગીતા કોર્ટમાં નહીં,
કોર્સમાં હોવી જ જોઈએ !!

—————————-

ક્યારેક બીજા માટે માંગીને જોવો,
તમારે ક્યારેય માંગવાનો વારો નહીં આવે !!

—————————-

સાચું અને સારું,
જો આપણામાં નહીં
તો બીજે ક્યાંય નહીં !!

—————————-

માણસને શરીરની કિંમત,
ડોક્ટરની ફી સાંભળ્યા પછી
વધુ સમજાય છે !!

—————————-

એક્સેપ્ટ કરતા શીખી જાઓ,
જિંદગી તમને રીસ્પેક્ટ આપશે !!

—————————-

ઘણીવાર બીજી તક પહેલી તક
કરતા વધારે સારું કામ કરી જતી હોય છે,
કેમ કે તમે તમારી ભૂલમાંથી શીખી લીધું હોય છે !!

—————————-

શક્ય અને અશક્ય વચ્ચેનું અંતર,
વ્યક્તિના વિચાર અને પ્રયત્નો પર આધારિત હોય છે !!

—————————-

જેને તમે બળથી ના હરાવી શકો,
એને બુદ્ધિથી જરૂર હરાવી શકાય છે !!

—————————-

કંઈ જ ના બોલવું એ હાર નથી,
એ સમજણ પણ હોઈ શકે સાહેબ !!

—————————-

gif,GIF89a%01%00%01%00%80%00%00%00%00%00%FF%FF%FF%21%F9%04%01%00%00%00%00%2C%00%00%00%00%01%00%01%00%00%02%01D%00%3B - Gujarati Suvichar : SMS Shayari Life Quotes Daily Update  2020
best Gujarati Suvichar

સફળતા માટે આ ત્રણ સાથે રાખો,
મગજમાં બરફ, જીભમાં મધ અને હૃદયમાં પ્રેમ !!

—————————-

વોટ્સએપમાં જોડતા હાથ,
જો અસલ જીવનમાં જોડાય તો
ઘણી સમસ્યા ઉકેલી શકાય !!

—————————-

કોઈની હથેળીમાં રૂપિયા મુકવા,
એ ઝુંટવી લેવા કરતા પણ વધારે
હિંમતનું કામ છે સાહેબ !!

—————————-

સમય અને શક્તિ એ વ્યક્તિ
પાછળ ક્યારેય બરબાદ ના કરવા,
જેને ગમે તેટલું કરવા છતાં તમારા
કરતા બીજા જ સારા લાગે !!

—————————-

અમુક કાર્ય ના થાય તો દુઃખી નહીં થવાનું,
ક્યારેક રામ ભરોસે છોડી દેવું !!

—————————-

જે વ્યક્તિ આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે,
તેને પછી બીજું કશું ગુમાવવાનું નથી રહેતું !!

—————————-

અપેક્ષા રાખવી જ નહીં જીવનમાં કોઈની,
ભલે પછી એ વસ્તુ હોય કે વ્યક્તિ !!

—————————-

તક માત્ર દરવાજો ખખડાવી શકે સાહેબ,
પણ દરવાજો ખોલવો તો આપણે જ પડશે !!

—————————-

Gujarati Suvichar Best

પોતાને સારા બનાવી લો,
દુનિયા માંથી એક ખરાબ માણસ
આપોઆપ ઓછો થઇ જશે !!

—————————-

મોડું થઇ શકે છે દોસ્ત,
પણ આ દુનિયામાં કોશિશ કરનારની
ક્યારેય હાર નથી થતી !!

—————————-

સાચું બોલવાનો
સૌથી મોટો ફાયદો એ છે,
કે આપણે યાદ નથી રાખવું પડતું
કે આપણે કોને શું કહ્યું હતું !!

—————————-

નામ બનાવવા માટે,
પહેલા કામ કરવું પડે છે !!

—————————-

કોઈની સંકુચિતતાના કારણે,
આપણી વિશાળતા છોડી ના દેવાય !!

—————————-

ભૂલ કરી હોય તો કબુલી લેવું સારું સાહેબ,
કેમ કે ભૂલને ગમે તેટલી ફેરવો એ સત્ય સામે નહીં ટકી શકે !!

—————————-

સમય બધાનો આવે છે,
બસ થોડો સમય લાગે છે !!

—————————-

gif,GIF89a%01%00%01%00%80%00%00%00%00%00%FF%FF%FF%21%F9%04%01%00%00%00%00%2C%00%00%00%00%01%00%01%00%00%02%01D%00%3B - Gujarati Suvichar : SMS Shayari Life Quotes Daily Update  2020

ખોટું અભિમાન શું કરવું સાહેબ,
કેમ કે ક્યારેક તો એકાદ ધબકારો
આપણે ચુકી જ જવાના છીએ !!

—————————-

વિશ્વાસ જીતવાની વસ્તુ છે,
તોડવાની નહીં સાહેબ !!

—————————-

આજનું કામ આજે પતાવવાથી,
તમે એ લોકોથી આગળ નીકળી જશો
જે લોકો કાલના ભરોસે બેઠા છે !!

—————————-

માં થી મહાન વ્યક્તિ,
બીજું કોઈ નથી આ દુનિયામાં !!

—————————-

Also check :-

Last Word  

આપણા જીવનમાં Gujarati Suvichar નું અલગ જ મહત્વ હોય છે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સારા વિચારો મેળવવાની કોશિશ કરતો હોય છે અમે કેટલાય સારા સુવિચારો તમને ઉપર આપેલા છે જો તમને પસંદ આવે તો તમે તમારા મિત્રો અથવા તો તમારા પરિવારજનો સાથે આવશ્યક શેર કરજો.

આ સુવિચાર જો કોઈ વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં હોય તેને કાંઈ સમજાતું ના હોય તો તમે તેને આ સુવિચાર મોકલી અને તેને વાંચવાનું કહી શકો છો તેનાથી તેને પ્રોત્સાહન મળશે. વિદ્યાર્થી મિત્રોએ પોતાના જીવનમાં સારા વિચારો લાવવા ખૂબ જરૂરી છે કારણ કે આગળ જતાં તેને સારા વિચારોને ખૂબ જ જરૂર પડે છે

જો તમે દરરોજ નવા નવા સુવિચાર અને નવી નવી શાયરીઓ મેળવવા ઈચ્છતા હોય તો તમે અમારા instagram ઉપર અમને ફોલો કરી શકો છો તમારે ત્યાં દરરોજ નવી નવી શાયરીઓ મૂકવામાં આવે છે

शायरी पोस्ट करें ।